Surat Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સ એ હીરા ઉદ્યોગ માટેનું એક ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ હશે. દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
Surat Diamond Bourse: સૌથી મોટો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થશે. અષાઢી બીજના દિવસે ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરાઇ છે. ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતાનું મૌન આખરે તોડ્યું છે. સુરત એર કનેક્ટિવિટીને લઇને પણ તેમણે નિવેદન આપ્યું.
સુરત ડાયમંડ બુર્સમાં ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરાઇ છે. અષાઢી બીજના દિવસે ઓફિસો શરૂ કરવામાં આવી. સૌથી મોટો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુર્સ છે જેને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. ઘણા સમયથી ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ વિવાદમાં હતો. જોકે હવે અહીં 250 જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી છે.
તમામ એરલાઈન્સની નજર સુરત તરફ દોડાવે – ગોવિંદ ધોળકિયા । Surat Diamond Bourse
સુરત શહેર માટે જે એર કનેક્ટિવિટી છે તેમાં અન્યાય થતો હોવાની પણ વાત કરાઈ હતી. સુરત શહેર જવા ઔદ્યોગિક શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની વાત કરી. બ્રસેલ્સની સરખામણી સુરત શહેર સાથે કરતા એર કનેક્ટિવિટીમાં આશ્ચર્યજનક રીતે તફાવત જેવા મળ્યા હોવાની પણ વાત કરી હતી.
આ પણ વાંચો, GSSSB Recruitment: બાગાયત મદદનીશની 52 જગ્યાઓ માટે કરો અરજી,છેલ્લી તારીખ: 20-07-2024
ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, સુરત સાથે છેલ્લાં 30થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે. બ્રસેલ્સની વસ્તી માત્ર 20 લાખની દરરોજ 300 ફ્લાઈટ છે. સુરતમાં જ્યારે 40 લાખની વસ્તી હતી ત્યારે એકપણ ફ્લાઈટ ન હતી. સુરતમાં 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઈટ મળી રહી છે. સુરતને રોજની 300 ફ્લાઈટ મળવી જોઇએ એ પ્રકારની વ્યવસ્થા થાય તો સુરતનો વિકાસ ઝડપથી થાય. વધુમાં ધોળકિયાએ કહ્યું, મારી તમામને વિનંતી છે કે, તમામ એરલાઈન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ તેઓ ફ્લાઈટ શરૂ કરે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Surat Diamond Bourse સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.