New Gujarat Gas CNG Price : ગુજરાતની પ્રજા ને મોટો ભડાકો Gujarat Gas CNG ભાવ માં વધારો જાણો કેટલો થયો વધારો. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
New Gujarat Gas CNG Price ત્યારે આ વચ્ચે CNGના ભાવમાં વધારો થયો છે. Gujarat Gas કંપનીએ મોંઘવારી વચ્ચે CNGના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે CNG વાહન ચાલકો પર મોટો બોજો પડશે.
New Gujarat Gas CNG Price કેટલો ભાવ વધ્યો
પહેલાં CNG નો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
આ ભાવ વધારાના લીધે CNG ના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.
New Gujarat Gas CNG Price ગુજરાતમાં ઈંધણ તરીકે CNGનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે.
છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ CNG ની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. Gujarat Gas કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.
Important Link
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |