Monsoon active in the state ગુજરાતમાં ખેડૂતો ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે એવામાં અનેક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.
છેલ્લા ઘણા દિવસોથી નબળું પડી ગયેલું ચોમાસું હવે ફરી મજબૂત બન્યું છે અને હવે આ ચોમાસું સક્રિય બનીને આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કે ચાર દિવસમાં ચોમાસું ગુજરાતના વધારે વિસ્તારોને આવરી લે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં વરસાદની આાગહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે.
Monsoon active in the state
ગુજરાતમાં 10 જૂનના રોજ એન્ટ્રી બાદ ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું અને માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માત્ર પવન ફૂંકાઈ રહ્યો હતો અને ઉનાળા જેવી ગરમી પડી રહી હતી
આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે.
Monsoon active in the state આ ભારે વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.
ભારે વરસાદ ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |