Mehsana Urban Bank Recruitment 2024 : મહેસાણા અર્બન બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક,અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Mehsana Urban Bank Recruitment 2024 : મહેસાણા અર્બન બેંક ભરતી : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. અહીં મહેસાણા અર્બન કો. ઓપ. બેંક લિ.ની ભરતી અંગેની તમામ મહત્વની માહિતી આપવામાં આવી છે.

Mehsana Urban Bank Recruitment 2024 : મહેસાણા અર્બન બેંક ભરતી : બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. મહેસાણા અર્બન બેંક દ્વારા આશરે 50 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ 31 જુલાઈ 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહેસાણા અર્બન બેંક ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

Mehsana Urban Bank Recruitment 2024 અંગેની મહત્વની માહિતી

સંસ્થા મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક
પોસ્ટ ક્લેરિકલ ટ્રેઈની
જગ્યા  50
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024
અરજી ફી ₹ 100
નોકરીનું સ્થળ મહેસાણા જિલ્લા સિવાય ગમે ત્યાં
વેબસાઈટ https://www.mucbank.com

શૈક્ષણિક લાયકાત

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા જાહેર કરેલી ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારને યુજીસી માન્ય ગુજરાતની યુનિવર્સિટીમાંથી એમકોમ, એમએસસી સાયન્સ, એમસીએ, એબીએ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બંને પૈકી એકમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. આ ઉપરાંત એમએસસી સાયન્સ, એમસીએ, એમબીએના ડાયરેક્ટ કોર્ષમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે.

ઉમેદવારની વય મર્યાદા

મહેસાણા અર્બન બેંક ભરતીની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 1 જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી વધુ અને વધુમાં વધુ 30 વર્ષનો હોવો જોઈએ.

પગાર ધોરણ

પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ વર્ષ માસિક ફીક્સ પગાર 19000 અને બીજા વર્ષે 20,000 રહેશે અને ત્યારબાદ ક્લીકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે જે આશેર 29,100 રૂપિયા જેટલો હશે.

ભરતી માટે લેખિત પરીક્ષા

મહેસાણા અર્બન બેંક ભરતી માટે લેખિત પરીક્ષાની વાત કરીએ તો IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે. ત્યારબાદ ક્વોલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે.

આ પણ વાંચો, PM Matrutva Vandana Yojana : સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને મળશે ₹ 5000 નાણાકીય સહાય

ઉમેદવારો માટે ખાસ નોંધ

  • ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં
  • આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની દૂરની શાખાઓ માટે ભરવાની છે
  • ઓનલાઈન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે

નોટિફિકેશન

મહેસાણા અર્બન બેંક ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

Mehsana Urban Bank Recruitment 2024

મહત્વની તારીખ

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 18/06/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2024

મહત્વપૂર્ણ લિંક

સૂચના વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.mucbank.com/
  • એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • આપેલી જરૂરી માહિતી ભરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ઓનલાઈન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે ₹ 100 નો બેન્કના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ નંગ-2 સાથે ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા, હોડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા – 384002, સરનામે તા.10-08-2024 સુધીમાં મળે તે રીતે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દ્વારા મોકલી આપવાની રહેશે. ઓનલાઈન અરજી કરી પુરતા ડોક્યુમેન્ટ મોકલાવેલ હશે તેઓની અરજી ધ્યાનમાં લેવામાં આવશે. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Mehsana Urban Bank Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment