NCCF એ કરી જાહેરાત । Increase In Price Of Tomato

આ મોંઘવારીને કારણે માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશના મોટાભાગના ગ્રાહકો પરેશાન છે. જેને લઇ સરકાર દ્વારા સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની જાહેરાત કરી છે. તેની જવાબદારી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NCCFને આપવામાં આવી છે. NCCF 29 જુલાઈથી તેના કેન્દ્રો પરથી રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કરશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, 25 જુલાઈના રોજ ટામેટાંની છૂટક કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતી પરંતુ ચાર દિવસમાં 100 રૂપિયાને પાર કરી ગઈ હતી. સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF)ને 29 જુલાઈથી ઓછા દરે ટામેટાંનું વેચાણ કરવાની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો, SBI Recruitment: વગર પરીક્ષાએ મેળવો SBIમાં નોકરીની, છેલ્લી તારીખ: 14-08-2024

ટામેટાં મોંઘાં થવાનું કારણ શુ છે ?

મળતી માહિતી અનુસાર દિલ્હી અને બીજા શહેરોમાં ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ખૂબ વધુ છે. કાળઝાળ ગરમી અને તે બાદ ભારે વરસાદને લીધે શાકભાજીનો જથ્થો નથી લવાઈ રહ્યો. જેથી છૂટકના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. નવી દિલ્હીમાં ટામેટાનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે. પરંતુ જો ભારે વરસાદથી સપ્લાય ચેઈનમાં વિક્ષેપ નહિ પડે તે આમાં ઘટાડો થઈ શકે છે.

સરકારી આંકડાઓ આ અંગે શું કહે છે?

મળતી માહિતી મુજબ 13 જુલાઈએ દિલ્હીમાં ટામેટાનો છૂટક ભાવ 77 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જ્યારે એક વર્ષ અગાઉ સરખા સમયગાળામાં 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. ટામેટાને આખા દેશમાં સરરેરાશ રીતે જોવા જઈએ તો છૂટક કિંમત 13 જુલાઈએ 67.65 પ્રતિ કિલોગ્રમ રહ્યો, જ્યારે ગત વર્ષે આ 53.36 રૂપિયા પ્રતિકિલોગ્રામ હતો. હાલના સમયે જોવા જઈએ તો દેશના 13 રાજ્યમાં ટામેટાની ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આમ છતાં દિલ્હીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ટામેટાં પૂરા પાડી રહ્યા છે.

ટામેટા રૂ.37 મોંઘા થયા છે

ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 27 જુલાઈના રોજ દિલ્હીમાં છૂટક ટમેટાના ભાવ 77 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા, પરંતુ ગુણવત્તા અને સ્થાનના આધારે કેટલાક વિસ્તારોમાં ભાવ 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સરકારી આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ મહિનામાં જ ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ. 37નો વધારો થયો છે. 30 જૂને દિલ્હીમાં સરકારી ટમેટાના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો હતા, જે ડુંગળીના ભાવ કરતા 10 રૂપિયા પ્રતિ કિલો ઓછા હતા. જ્યારે શનિવારે ડુંગળીના ભાવ માત્ર 50 રૂપિયા જોવા મળ્યા હતા.

ટામેટાંની વધતી કિંમતોથી રાહત આપવા માટે, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) સોમવારથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ-દિલ્હી ક્ષેત્રમાં 60 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કરશે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્પાદન કેન્દ્રોમાં તાજેતરના વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ટમેટાના ભાવમાં વધારો થયો છે.

સસ્તા ટામેટાં ક્યાંથી મળશે

મળતી માહિતી પ્રમાણે, સબસિડીવાળા ટામેટાં કૃષિ ભવન, સીજીઓ કોમ્પ્લેક્સ, લોધી કોલોની, હૌઝ ખાસ, સંસદ માર્ગ, આઈએનએ માર્કેટ અને નોઈડા, રોહિણી અને ગુરુગ્રામના કેટલાક વિસ્તારો સહિત વિવિધ સ્થળોએ ઉપલબ્ધ થશે. આ પહેલનો ઉદ્દેશ્ય બજારને સ્થિર કરવાનો અને ગ્રાહકોને પર્યાપ્ત ખર્ચમાં રાહત આપવાનો છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Increase In Price Of Tomato સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.