100+ Gujarati Kahevat । અર્થ સાથે ગુજરાતી કહેવતો

Are You Looking For 100+ Gujarati Kahevat? શું તમે અર્થ સાથે ગુજરાતી કહેવતો શેર કરવા માંગો છો? Best saying in Gujarati? અર્થ સાથે ગુજરાતી કહેવત, gujarati kahevat and meaning. Do you want to share proverb In Gujarati, Do you want to share Kahevat in Gujarati with answer in whatsapp, facebook, instagram and telegram with Girlfriend and Boyfriend.

Gujarati Kahevat With Meaning | અર્થ સાથે ગુજરાતી કહેવતો

Gujarati Kahevat વડે થોડા શબ્દ માં ઘણું બધુ કહી શકાય છે. આથી અમે અહી આપને 100+ Gujarati Kahevat આપીએ છીએ. “કહેવત એટલે Proverb” અહી અમે આપેલી તમામ કહેવત એ ગુજરાતી ભાષા ની પ્રસિદ્ધ અને વાર-નવાર લોકો ના મુખે સાંભળવા મળતી કહેવત છે.

તે ટૂંકા, મુજબના નિવેદન અથવા શબ્દસમૂહનો સંદર્ભ આપે છે જે સામાન્ય સત્ય અથવા સામાન્ય અનુભવ અથવા અવલોકન પર આધારિત સલાહના ભાગને વ્યક્ત કરે છે. કહેવતનો ઉપયોગ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિમાં મહત્વના સંદેશાઓ પહોંચાડવા, માર્ગદર્શન આપવા અથવા જીવન, સંબંધો અને સમાજની આંતરદૃષ્ટિ આપવા માટે થાય છે. તેઓ રમૂજી, કાવ્યાત્મક અથવા ગંભીર હોઈ શકે છે અને ઘણીવાર પેઢી દર પેઢી પસાર થાય છે.

Whatsapp અને Facebook શેરિંગ માટે શ્રેષ્ઠ ગુજરાતી અને કાઠિયાવાડી કેહવાતો. આ કહાવતના વિવિધ પ્રકાર છે. કેટલાક પાત્રો છે જેમ કે, જવાબ સાથે કોયડો, માતા, વાર્તા, સંગ્રહ, ચાવી, ગુજરાતીમાં સુવિચાર વગેરે.

100+ Gujarati Kahevat । ગુજરાતી કહેવતો

100+ Gujarati Kahevat । ગુજરાતી કહેવતો 
100+ Gujarati Kahevat । ગુજરાતી કહેવતો

બોલે તેના બોર વહેચાય

તેનો અર્થ :  બોલીએ અને કહીયે તો જ કામ થાય. “માંગ્યા વિના મા પણ ન પીરસે”

ઘેર ઘેર માટીનાં ચૂલા

તેનો અર્થ :  બધે એક સરખી પરિસ્થિતી હોવી જેવો ભાવાર્થ આ કહેવત દ્વારા પ્રતિપાદિત થાય છે

ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી

તેનો અર્થ :અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગગું અને તૈલપ થી ચડિયાતા હતા.

ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો

તેનો અર્થ : એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.

લાલો લાભ વિના ન લૂટે

તેનો અર્થ : મદદ કરવાના બહાને પાછળ થી છુપો લાભ સંતોષવામાં આવતો હોય ત્યારે.

ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

તેનો અર્થ : પોતાના સ્થાનેથી બીજી જગ્યાએ ફરવું એટલે યાત્રા કરવી. મનુષ્યની આ સ્થળાંતરની પ્રવૃત્તિ પ્રવાસ શબ્દ દ્વારા ઓળખાય છે.

ખાતર ઉપર દિવેલ

તેનો અર્થ : નુકશાન મા વધુ નુકશાન, ખર્ચ મા વધુ ખર્ચ, “લાખ ભેગા સવા લાખ”

સંગ તેવો રંગ

તેનો અર્થ : સોબત તેવી અસર.

લખીયલ છઠ્ઠી ન લેખ

તેનો અર્થ : બાળક ન જન્મ પછી છટ્ઠા દિવસે વિધાતા એના ભાવિના લેખ છે એવિ એક માન્યતા છે. એ છટ્ઠી ન લેખ મિથ્યા થતાં નથી એવિ પણ એક માન્યતા છે.

વાવો તેવું લણો

તેનો અર્થ : જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે.

Best saying in Gujarati । અર્થ સાથે ગુજરાતી કહેવત

Best saying in Gujarati । અર્થ સાથે ગુજરાતી કહેવત
Best saying in Gujarati । અર્થ સાથે ગુજરાતી કહેવત

પાકે ઘડે કાંઠા ન ચડે

તેનો અર્થ : યોગ્ય સમયે જે કરવાનું હોય તે ના કરતાં પછીના સમયે કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે.

જીભ ને હાડકું ન હોય

તેનો અર્થ :  જીભ ગમે તે બાજુ વળી જાય અને ન બોલવાનું બોલી નાખે.

આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય

તેનો અર્થ : સ્વર્ગે જવું હોય તો વ્યક્તિએ પોતે મરવું પડે. સુખ સંપતિ માટે વ્યક્તિ એ પોતે પરિશ્રમ કરવો પડે.

ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો

તેનો અર્થ : આ કહેવત એટલે પણ કહેવામાં આવી છે કે જો બાપ બધી રીતે સક્ષમ હોય તો એ બીજા લગ્ન કરીને બાળક માટે અપર માં પણ લાવી શકે છે.

બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.

ચોર કોટવાલ ને દંડે

તેનો અર્થ : દોષ પોતાનો હોય છતા સામી વ્યક્તિને દોષિત કે ગુનેગાર ઠેરવે.

સંપ ત્યાં જંપ

તેનો અર્થ : સંપથી શાંતિ ને સુખ મળે છે.

પહેલુ સુખ તે જાતે નર્યા

તેનો અર્થ : શરીર સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે.

છીંડે ચડ્યો તે ચોર

તેનો અર્થ : ગુનો ગમે તેને કર્યો હોય પરંતુ હાથ મા આવ્યો તે ગુનેગાર.

આપ સમાન બલ નહીં, મેધ સમાન જલ નહીં

તેનો અર્થ : આપ બલ થી જે કામ સારી રીતે સિદ્ધ થાય છે જે બીજા પર આધાર રાખવા થી થતું નથી.

ગુજરાતી કહેવતો અને તેનો અર્થ । Kahevat in Gujarati
ગુજરાતી કહેવતો અને તેનો અર્થ । Kahevat in Gujarati

 

પારકી મા જ કાન વિંધે

તેનો અર્થ : લોહી કે લાગણી નો સંબંધ ન હોય તે જ વ્યક્તિ બાળક ના ઉછેર નું કામ યોગ્ય રીતે કરી શકે છે.

જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે

તેનો અર્થ : માથાભારે વ્યક્તિ નો ઘમંડ તેનો પુત્ર તોડે તેવા કિસ્સામાં આવી કહીવટ નો ઉપયોગ થાય છે.

મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ

તેનો અર્થ : મોઢામાંથી કાઢીને તારા ખોળામાં ભરજે

ડુંગરાં રૂઠયા ત્યાં શરણું કોનું શોધે

તેનો અર્થ : ડુંગર ઉજ્જડ થઈ જાય તો પશુ, પક્ષીઓ, માનવો બધાને હાનિ પહોચે આમ ડુંગર રુથે તો બધા ને હાનિ થાય.

ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

તેનો અર્થ : જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય.

ઝાઝી કીડીઓ સાંપ ને તાણે

તેનો અર્થ : સંપ અને સહકારથી અઘરું કામ પણ સરળ થઈ શકે છે.

હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

તેનો અર્થ : હીરાનો હાર, ને કોટનો કાંટો

આભ ફાટયા પછી થીગડાં ક્યાં છે

તેનો અર્થ : ચારે તરફ થી તકલીફો આવતી હોય ત્યારે તેને નિવારવાના પ્રયત્ન વ્યર્થ જ જાય.

પિયરમા પડેલી છોકરી અને ડુંગરે ચડેલો ભીલ કદીય કોને ન બદે

તેનો અર્થ : પિયર મા છોકરી બધી સ્વતંત્રતા અનુભવે તેજ પ્રમાણે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી રમતવાત છે, તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ આઝાદ હોય તેમ વર્તે.

દરદ કરતાં દવા અનિષ્ટ

તેનો અર્થ : રોગ કે તેની પીડા કરતાં તેનું ઔષધ કે ઉપચાર વધારે પીડાદાયક હોય ત્યારે

Gujarati Kahevat with Meaning | Brain Kahevat in Gujarati

Gujarati Kahevat with Meaning | Brain Kahevat in Gujarati
Gujarati Kahevat with Meaning | Brain Kahevat in Gujarati

માં તે માં બીજા વગડાનાં વા

તેનો અર્થ : માં જેટલો પ્રેમ તેના પુત્રને આપે છે એટલો પ્રેમ બીજું કોઈ આપી શકતું નથી.

કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ

તેનો અર્થ : અમુક લક્ષણ એક વખત પડ્યા પછી તે ગમેતેવા પ્રયત્ન કરવા થી પણ જતાં નથી.

લખાણું એ વંચાણુ

તેનો અર્થ : એક વાર લખી ને પાકું કર્યું હોય તો એ જ બરાબર હોય છે એજ સાચો વ્યવહાર છે.

પાણી પહેલા પાળ બાંધવી

તેનો અર્થ : વિધ્ન મુશ્કેલી આવતા પહેલા આગમચેતી વાપરી તેનો ઉપાય કરવો.

શેઠની શીખામણ જાંપા સુધી

તેનો અર્થ : કોઈ આપેલી શિખામણ હમેશા કામે લાગતી નથી. પોતાની સમજ, વિવેક અને બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે.

જીવતો નર ભદ્રા પામે

તેનો અર્થ : જીવતા રહ્યા તો ભવિષ્યમાં તક આવી જ મળવાની.

પાશેરા મા પહેલી પૂણી

તેનો અર્થ : હજી શરૂઆત જ હોવી અને પહેલી મુશ્કેલી આવવી.

રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં

તેનો અર્થ : સત્તાના સિંહાસને બેઠેલો માણસ ક્યારે કેવો વરતાવ કરશે એ કળવું મુશ્કેલ છે. એની સાથે અમુક મર્યાદા રાખીને જ રહેવું હિતાવહ છે.

ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન

તેનો અર્થ : ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા.

સંગર્યો સાપ પણ કામનો

તેનો અર્થ : આ કહેવતનું તાત્પર્ય એ છે કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. ગમે ત્યારે પણ તે ઉપયોગી થઈ પડે છે.

proverb In Gujarati । ગુજરાતી કહેવતો

proverb In Gujarati । ગુજરાતી કહેવતો
proverb In Gujarati । ગુજરાતી કહેવતો

ટીંપે ટીંપે સરોવર ભરાય

તેનો અર્થ : થોડે થોડે મોટું કામ થાય. સહકાર અને ધીરજથી સફળતા મળે.

મોરનાં ઈંડા ચીતરવા ન પડે

તેનો અર્થ : માં બાપ ના લક્ષણ સંતાન મા કુદરતી રીતે જ ઉતરી આવે છે.

દુકાળમાં અધિક માસ

તેનો અર્થ : મુશ્કેલી મા ઉમેરો થવો

રાજા ને ગમે તે રાણી

તેનો અર્થ : રોહિણી સૂવા તો બળદિયા મૂવા, રોહિણી ગાજે તો બહોતરું બાળે, રોહિણી દાઝી તો મૂઠ બાઝી, રોહિણી તપે તેનું ફળ સારું, રોહિણી રેલે કે તપે તે સારી, રોહિણી તપે તો દાંડિયા બાજે

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

તેનો અર્થ : જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો

તેનો અર્થ : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

બાંધે એની તલવાર

તેનો અર્થ : તલવાર નો ઉપયોગ કરવાની હિમ્મત, તાકાત, આવડત, ધારવાનાર કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર રાખવાને હકદાર છે. મહત્વ શકિત કે આવડતનું છે, જાતિ કે મોભાનું નહીં.

આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

તેનો અર્થ : આપત્તિ આવી પડે ત્યારે જ ઉપાય માટે દોડીએ તો સફળ ન થવાય.

ભેંસ આગળ ભાગવત

તેનો અર્થ : અબુધ કે અજ્ઞાની પાસે જ્ઞાન ની વાત

પાડાનાં વાંકે પખાલીને ડામ

તેનો અર્થ : ગુનો કે દોષ કોઈ નો અને સજા કોઈ બીજાને

Kahevat in Gujarati । Gujarati Kahevat
Kahevat in Gujarati । Gujarati Kahevat

 

દૂરથી ડુંગર રળિયામણાં

તેનો અર્થ : વસ્તુ કી વ્યક્તિ દૂરથી જ સારી લાગે, નિકટ થી કદાચ વિપરીત અનુભવ થાય.

શેરને માથે સવાશેર.

હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.

ઊંટના અઢાર વાંકા.

કીડીને કણ ને હાથીને મણ.

નાચ ન જાને આંગન ટેઢા.

ચેતતા નર સદા સુખી.

વાડ થઈને ચીભડાં ગળે.

સાપ ગયા અને લીસોટા રહી ગયા.

કાશીમાં પણ કાગડા તો કાળા જ.

પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.

કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.

ધીરજનાં ફળ મીઠાં.

સો સોનાર કી એક લૂહાર કી.

કાગનું બેસવુ અને ડાળનું પડવું.

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો 

ગુજરાતી કહેવતોની  એપ

એપ ડાઉન્લોઅડ કરવા અહીં ક્લિક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Gujarati Kahevat । અર્થ સાથે ગુજરાતી કહેવતો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment