Gujarat Rain આજે રાત્રે 9 જિલ્લામાં એલર્ટ ભારે વરસાદની આગાહી

Gujarat Rain : આજે રાત્રે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ચાર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે.

Gujarat Rain આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ ની આગાહી

આજે રાત્રે ગુજરાતના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ ડાંગ તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છુટા છવાયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ગીર સોમનાથ અમરેલી ભરૂચ સુરત અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ માં આજના ફોરકાસ્ટ માં દર્શાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છના છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

કાલે કયા કયા વિસ્તારોમાં આગાહી

Gujarat Rain : આવતીકાલની વાત કરીએ તો હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાનાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, આણંદ, દાહોદ અને પંચમહાલમાં રાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. અમુક જગ્યાએ છૂટો છવાયો તો અમુક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

Leave a Comment