GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ: ગાંધીનગરમાં રહેલા ઉમેદવારોને ગાંધીનગરમાં જ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. જીએસએસએસબીની બાગાયત મદદનીશની ભરતી અંગે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત મદદનીશ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પોસ્ટ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટેની ભરતીઓ બહાર પાડી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા અને બાગાયત નિયામક કચેરી ગાંધીનગરમાં બાગાયત મદદનીશ વર્ગ 3ની કૂલ 52 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બાગાયત મદદનીશની જગ્યાઓ ભરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | બાગાયત મદદનીશ (વર્ગ -3) |
કૂલ | 52 |
નોકરી સ્થળ | GMC, બાગાયત નિયમક કચેરી, ગાંધીનગર |
વય મર્યાદા | 18થી 33 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20-07-2024 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
પોસ્ટની માહિતી । GSSSB Recruitment
પોસ્ટ | કચેરીનું નામ | ખાલી જગ્યા |
ગાયાયત મદદનીશ(વર્ગ-3) | બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર | 38 |
ગાયાયત મદદનીશ(વર્ગ-3) | ગાંધીનગર મહાનગરપાલિકા | 14 |
કુલ | 52 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય કૃષિ, બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ, બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તે હેઠેળ સંસ્થાપિત અથવા સ્થપાયેલી કૃષિ, બાગાયત યુનિર્સિટીઓ પૈકી કોઈપણ પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
આ પણ વાંચો, Post Office Recruitment: 30000 GDSની ખાલી જગ્યા માટે સૂચના અને જાણો ભરતી અંગે તમામ વિગત
ઉમેદવારો માટે ખાસ નોંધ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં નિમણૂંક પામેલા ઉમેદવારો ગુજરાત સરકારના કર્મચારીઓ ગણાશે નહીં.
મહત્વની તારીખ
છેલ્લી તારીખ | 20-07-2024 |
પરીક્ષા ફી
સામાન્ય વહીવટ વિભાગ તા.31-1-2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મમળવાપાત્ર રહેશે.
પોસ્ટ | વર્ગ | ફી |
પ્રાથમિક પરીક્ષા | બિન અનામત વર્ગ | ₹500 |
પ્રાથમિક પરીક્ષા | અનામત વર્ગ | ₹ 400 |
મહત્વની લિંક
સાતવાર વેબસાઈટ | અહીં કલીક કરો |
જોબ માટે | અહીં કલીક કરો |
પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત નિમણૂક પામેલા ઉમેદવારોને સરકારના નિયમોનુસાર પગાર ધોરણ મળવા પાત્ર થશે. જોકે, આ પહેલા કરાર આધારીત નક્કી કરેલા વર્ષ સુધી ફિક્સ પગાર મળશે. જે નિચે દર્શાવવામાં આવ્યો છે.
કચેરી | પોસ્ટ | પોસ્ટપોસ્ટ | પગાર પ્રતિ માસ (ફિક્સ) |
બાગાયત નિયામક કચેરી, ગાંધીનગર | બાગાયત મદદનીશ વર્ગ-3 | પાંચ વર્ષ | ₹26,000 |
ગાંધીનગર મહાનગરપાલિકા | બાગાયત મદદનીશ વર્ગ-3 | પાંચ વર્ષ | ₹26,000 |
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
- ઉમેદવારે જાહેરાત ક્રમાંકઃ 233- 202425થી 234-202425 પૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી,
આ પણ વાંચો, AMC Recruitment 2024: અમદાવાદમાં મહિલાઓ માટે નોકરીની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને GSSSB Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents