EPFO Retirement Savings Scheme: નાની ઉંમરે EPF માં રોકાણ કરી,નિવૃત્તિ સમયે મેળવો 2 કરોડ રૂપિયા જેટલું ફંડ

EPFO Retirement Savings Scheme : કર્મચારી ભવિષ્ય નિધિ ખાતું : કર્મચારી ભવિષ્ય નિધિ એ નિવૃત્તિ બચત યોજના છે. પીએફ એકાઉન્ટનું સંચાલન ઇપીએફઓ કરે છે. નાની ઉંમરે ઇપીએફમાં રોકાણ કરવામાં આવે તો નિવૃત્તિ સમયે તમારી પાસે 2 કરોડ રૂપિયા જેટલું ફંડ જમા થઇ જશે.

EPFO Retirement Savings Scheme : કર્મચારી ભવિષ્ય નિધિ ખાતું : ઇપીએફઓ યોજના નોકરિયાત લોકો સરકાર દ્વારા સંચાલિત કર્મચારી કલ્યાણ યોજના છે. જો તમે ખાનગી કંપનીમાં કે સરકારી નોકરી કરો છો, તો તમારા પગાર માંથી એક હિસ્સો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF ખાતામાં જમા કરવામાં આવે છે. આ EPF એકાઉન્ટ ખૂબ મહત્વ ધરાવે છે, જે તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકે છે. તેથી, આ ઇપીએફ એકાઉન્ટને નજર અંદાજ કરવું જોઇએ નહીં.

EPFO Retirement Savings Scheme : જો તમારો બેઝિક પગાર માત્ર 20000 કે 25000 રૂપિયા છે, તો ઈપીએફ માં રોકાણ તમને નિવૃત્તિ પર કરોડપતિ બનાવી શકે છે અને પેન્શનની પણ વ્યવસ્થા કરે છે. અહીં ગણિત સાથે સરળ સમજ આપવામાં આવી છે, જેનાથી તમે જાણી શકશો છો કે જો 25 વર્ષની ઉંમરે તમારો મૂળ પગાર 25 હજાર રૂપિયા છે તો તમને નિવૃત્તિ પર 2 કરોડ રૂપિયાનું ફંડ મળવું નક્કી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ ખાતું એ નિવૃત્તિ બચત યોજના છે. આ પીએફ એકાઉન્ટનું સંચાલન એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા કરવામાં આવે છે. EPF ખાતાનો ઉદ્દેશ્ય કર્મચારીઓના નિવૃત્ત જીવનને સરળ બનાવવાનો છે.

ઇપીએફ એકાઉન્ટ ડિપોઝિટના નિયમ । EPFO Retirement Savings Scheme

ઇપીએફ એકાઉન્ટ માટે કર્મચારીએ તેના પગારના 12 ટકા યોગદાન આપવું પડશે જેમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું સામેલ છે. કંપની અથવા એમ્પ્લોયર પણ પોતાના વતી સમાન રકમનું યોગદાન આપે છે. કંપનીના યોગદાનમાંથી 8.33 ટકા EPS એટલે કે પેન્શન ફંડમાં જાય છે. જ્યારે EPFમાં કંપનીનું યોગદાન માત્ર 3.67 ટકા છે. દર વર્ષે સરકાર EPF ખાતામાં જમા રકમ પર વ્યાજ નક્કી કરે છે. હાલમાં આના પર વ્યાજ દર વાર્ષિક 8.25 ટકા છે.

કર્મચારી ભવિષ્ય નિધિ ખાતું

EPFO : ઇપીએઓફના કુલ 29 કરોડ સભ્યો છે, જેમાંથી 6.8 કરોડ મેમ્બર સક્રિય છે.

EPF Calculator:

બેઝિક પગાર 25000 રૂપિયા

  • કર્મચારીની ઉંમર: 25 વર્ષ
  • નિવૃત્તિની ઉંમર: 60 વર્ષ
  • મૂળ પગાર + DA: 25000 રૂપિયા
  • કર્મચારીનું યોગદાન: 12%
  • કંપનીનું યોગદાન: 3.67%
  • વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અંદાજ: 5%
  • PF પર વાર્ષિક વ્યાજ: 8.25%
  • કુલ યોગદાન: 45,05,560 રૂપિયા
  • નિવૃત્તિ સમયે ફંડ: 1,81,04,488 રૂપિયા (લગભગ 1.81 કરોડ રૂપિયા)
  • કુલ વ્યાજ લાભઃ 1,35,99,128 રૂપિયા

અહીં તમને દર વર્ષે માત્ર 5 ટકાના ઈન્ક્રિમેન્ટ પર 1.81 કરોડ રૂપિયા મળશે. પરંતુ જો વચ્ચે થોડો વધારો થશે તો આ રકમ પણ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે, જે મહદંશે શક્ય છે.

આ પણ વાંચો, GSRTC Bus Driver Bharti: 4062 પોસ્ટ માટે ઑનલાઇન અરજી કરો @www.gsrtc.in

દર મહિને કેટલી રકમ જમા થાય છે?

  • મૂળ પગાર + મોંઘવારી ભથ્થું (DA) = 25000 રૂપિા
  • કર્મચારીનું EPFમાં યોગદાન = 25000 રૂપિયાનું 12% = 3000 રૂપિયા
  • કંપનીનું EPFમાં યોગદાન = 25000 રૂપિયાનું 3.67% = 917.50 રૂપિયા
  • કંપનીનું EPSમાં યોગદાન = 25000 રૂપિયાના 8.33% = 2082.50 રૂપિયા
  • EPF ખાતામાં દર મહિને યોગદાન = 3000 + 917.50 રૂપિયા = 3917.50 રૂપિયા
  • દર મહિને આ રકમ પર વ્યાજ ઉમેરવામાં આવે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને EPFO Retirement Savings Schemeકર્મચારી ભવિષ્ય નિધિ ખાતું સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment