- મકાઈના લોટનું ખીચું લાગશે સ્વાદિષ્ટ
- ટેસ્ટી અને ગરમાગરમ ખીચું સંતોષશે તમારી ભૂખ
- વરસાદમાં મકાઈની વાનગીઓ આપે છે ખાસ ટેસ્ટ
મકાઈના લોટનું ખીચું

મકાઈ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી। Corn flour batter
- 1 કપ મકાઈનો લોટ
- 2 કપ પાણી
- 2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
- 2 ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ
- 1 ટી સ્પૂન અજમો
- મીઠું સ્વાદાનુસાર
- -તેલ જરૂર મુજબ
ખીચું ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- તલ નું તેલ જરૂર મુજબ
- આચાર મસાલો
મકાઈના લોટનું ખીચું બનાવની રીત
- સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખીને સાંતળો.
- ત્યાર બાદ તેમાં પાણી, મીઠું અને અજમો નાંખીને પાણીને ઉકળવા દો.
- એક ઉભરો આવે એટલે તેમાં ધીમે-ધીમે મકાઈનો લોટ નાખો.
- સતત હલાવતા રહો.
- ગઠ્ઠા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું.
- સાતથી દસ મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દેવું.
- વચ્ચે-વચ્ચે હલાવતા રહેવુ.
- વેલણથી હલાવશો તો વધારે સરળતાથી હલાવી શકશો.
- લોટ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને, ગરમા-ગરમ ખીચા પર સિંગતેલ નાંખીને સર્વ કરો.
મકાઈનુ ખીચુ બનાવવા ઉપયોગી ટિપ્સ
- અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
- લોટ માં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
- અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Corn flour batter સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents