Anantha-Radhika Marriage Schedule : અનંત-રાધિકાના ક્યાં સમયે થશે લગ્ન,ક્યારે આવશે વરઘોડાથી લઈને ફેરા સુધીનુ શિડ્યુલ

Anantha-Radhika Marriage Schedule અનંત-રાધિકાના કેટલા વાગે થશે લગ્ન,ક્યારે આવશે વરઘોડાથી લઈને ફેરા સુધીનુ શિડ્યુલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પરંપરાગત વૈદિક હિંદુ રીતિ રિવાજો સાથે થશે.

અનંત અને રાધિકા બંને ગુજરાતી પરિવારના છે, તેથી તેમના લગ્ન ગુજરાતી વિધિથી જ થશે. ત્યારે હવે અનંત અંબાણીના લગ્નનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Anantha-Radhika Marriage Schedule

  • તારીખ 12મી જુલાઈએ અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે.
  • બપોરે 3 કલાકે વરઘોડો નીકળશે,
  • રાત્રે 8 અનંત રાધિકાના વરમાળા વિધિ યોજાશે
  • લગનના સાત ફેરા અને સિંદૂર દાન સમારોહ રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે
  • તારીખ 13 જૂલાઈએ દેવી દેવતાઓના આશીર્વાદ સમારોહ યોજાશે
  • તારીખ 14 જુલાઇ એ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

Anantha-Radhika Marriage Schedule રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમની બીજી વહુનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આજે એટલે કે 12મી જુલાઈએ અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. પોતાના પુત્રના લગ્નને ખાસ બનાવવા માટે અંબાણી પરિવાર છેલ્લા ઘણા દિવસોથી ખાસ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. ત્યારે હવે અનંત અંબાણીના લગ્નનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

અનંત-રાધિકાના લગ્નમાં બધું જ ખાસ થવાનું છે. બંનેના લગ્નમાં ભારત અને વિદેશના મહેમાનો સામેલ થશે, સ્વાદિષ્ટ ભોજન, જબરદસ્ત સુરક્ષા, શાહી પોશાક અને ઘણું બધું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પરંપરાગત વૈદિક હિંદુ રીતિ રિવાજો સાથે થશે અનંત અને રાધિકા બંને ગુજરાતી પરિવારના છે, તેથી તેમના લગ્ન ગુજરાતી વિધિથી જ થશે.

બપોરે 3 કલાકે વરઘોડો નીકળશે :- આ વરઘોડો Jio વર્લ્ડ સેન્ટરે પહોચશે. તમને જણાવી દઈએ કે મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન સમારોહ યોજવામાં આવ્યો છે. મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ બાદ મહેમાનોને સાફા બાંધવાની વિધિ થશે.

વરઘોડો Jio વર્લ્ડ સેન્ટરમાં પહોચ્યા બાદ છોકરી પક્ષ તરફથી પોખવાની વિધિ કરવામાં આવશે. પોખવાની વિધિ હિંદુ અને શીખ લગ્નોનો એક ભાગ છે અને લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં યોજવામાં આવે છે. વરઘોડો લઈને આવેલા વરપક્ષનું છોકરી પક્ષવાળા સ્વાગત કરવા જશે. આ સાથે તેમને શગુન આપશે

રાત્રે 8 અનંત રાધિકાના વરમાળા વિધિ યોજાશે અનંતના લગ્ન સાંજના રાખવામાં આવ્યા છે ત્યારે તે મુજબ અંબાણી પરિવારનો નાનો દીકરો અને મર્ચન્ટ પરિવારની નાની દીકરી એકબીજાને વરમાળા પહેરાવશે

Anantha-Radhika Marriage Schedule લગનના સાત ફેરા અને સિંદૂર દાન સમારોહ રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે જે બાદ વિધિ વિધાન સાથે અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ જશે. અંબાણી પરિવારનો આ છેલ્લો લગ્ન પ્રસંગ છે સાથે મર્ચન્ટ પરિવારમાં પણ છેલ્લો લગ્ન પ્રસંગ છે ત્યારે તેની તૈયારીઓ સાથે આજે આખુ મુંબઈ શહેર શણગારથી સજી ઉઠ્યું છે.

તારીખ 13 જૂલાઈએ દેવી દેવતાઓના આશીર્વાદ સમારોહ યોજાશે અને બીજા દિવસ એટલે કે 14 જુલાઇ એ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, વિશ્વભરમાંથી રાજકીય, ઔદ્યોગિક, રમતગમત અને ફિલ્મી હસ્તીઓ લગ્ન અને રિસેપ્શનની ઉજવણીમાં ભાગ લેશે.

Important Link

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 

 

Leave a Comment