AMC Recruitment 2024: અમદાવાદમાં મહિલાઓ માટે નોકરીની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ માટે ભરતી જાહેરાત આપવામાં આવે છે અમદાવાદમાં રહેતી મહિલાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. આ ભરતી અંગે મહત્વની જાણકારી અહીં આપવામાં આવી છે.

AMC Recruitment 2024: અમદાવાદમાં રહેતી અને નોકરીની શોધ કરતી મહિલાઓ માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ભરતી બહાર પાડી છે. અમદાવાદ મહાનગરપાલિકા એ એ.એન.એમની કુલ 13 જગ્યાઓ માટે મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

AMC Recruitment 2024: ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા મહિલા ઉમેદવારોએ ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વપૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી । હાઈલાઈટ

સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ એ.એન.એમ.
જગ્યા 13
એપ્લિકેશન મોડ ઓનલાઈન
કોણ અરજી કરી શકશે? મહિલા ઉમેદવારો
અરજી કરવાની છેલ્લી તારીખ 12-07- 2024
સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/

પોસ્ટ વિશે માહિતી । AMC Recruitment 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગ દ્વારા ધી અર્બન હેલ્થ સોસાયટી હેઠળ મોબાઈલ હેલ્થ ટીમ માટે એ.એન.એમની કુલ 13 જગ્યાઓ બહાર પાડી છે. સંસ્થા દ્વારા આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારે ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે સંસ્થાએ મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલી સંસ્થામાંથી એ.એન.એમ, એફ.એચ.ડબ્લ્યુ. પાસ કરેલું હોવું જોઈએ.ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ધોરણ 10 અને ધોરણ 12માં કમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે


અનુભવ

સરકારી સંસ્થા – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

વય મર્યાદા અને પગાર ધોરણ

ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા ઈચ્છા મહિલા ઉમેદવારો 45 વર્ષથી વધારે ઉંમર ન ધરાવતા હોવા જોઈએ અને આ ભરતી માટે પસંદ પામેલા ઉમેદવારોને મહિને 15000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ 12-07- 2024

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

પસંદગી પ્રક્રિયા

  • ANM હોદ્દા માટેની પસંદગી પ્રક્રિયામાં બહુવિધ તબક્કાઓનો સમાવેશ થાય છે
  • અરજી સમીક્ષા: તમામ ઉમેદવારો પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે અરજીઓની પ્રારંભિક તપાસ.
  • લેખિત પરીક્ષા: ઉમેદવારોના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટેની લેખિત પરીક્ષા.
  • ઇન્ટરવ્યૂઃ લેખિત પરીક્ષામાંથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો, Rajpipla Nagarpalika Recruitment: વિવિધ પોસ્ટ માટે રાજપીપળા નગરપાલિકા બમ્પર ભરતી, છેલ્લી તારીખ: 17-08-2024

અરજી કેવી રીતે કરવી ? 

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર ક્લિક કરો.
  • AMC Recruitment 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને AMC Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment